મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા BJP નેતા રવિન્દ્ર ખરાત સહિત 5 લોકોની ઘાતકી હત્યા, 3ની ધરપકડ

મહારાષ્ટ્રના જળગાંવમાં ભાજપના નેતા રવિન્દ્ર ખરાત સહિત 5 લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોરોએ ખરાત અને અન્ય લોકો પર ફાયરિંગ કર્યું અને ચાકૂથી હુમલો કર્યો. 

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા BJP નેતા રવિન્દ્ર ખરાત સહિત 5 લોકોની ઘાતકી હત્યા, 3ની ધરપકડ

મુંબઈ: મહારાષ્ટ્રના જળગાંવમાં ભાજપના નેતા રવિન્દ્ર ખરાત સહિત 5 લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોરોએ ખરાત અને અન્ય લોકો પર ફાયરિંગ કર્યું અને ચાકૂથી હુમલો કર્યો. 

આ હુમલામાં ખરાત, તેમના પરિવારના ત્રણ સભ્યો અને તેમના પુત્રનો એક મિત્ર માર્યા ગયા. કહેવાય છે કે ખરાત પોતાના ભૂસાવળ શહેર સ્થિત સમતાનગર પરિસરમાં પોતાના ઘરની બહાર બેઠા હતાં અને અચાનક તેમના પર હુમલો થયો હતો. આ ઘટના રવિવારના લગભગ 9 વાગ્યાની હોવાનું કહેવાય છે.  ફાયરિંગનો અવાજ સાંભળીને તેમના ભાઈ સુનિલ બાબુ રાવ ખરાત બહાર આવ્યા હતાં. હુમલાખોરોએ તેમના ઉપર પણ ફાયરિંગ કર્યું હતું. સુનિલ ખરાત જીવ બચાવવા માટે બાજુના ઘરમાં ઘૂસી ગયા પરંતુ હુમલાખોરો ત્યાં પણ પહોંચ્યા હતાં.

હુમલાખોરોએ ચાકૂથી સુનિલ ખરાત પર હુમલો કર્યો અને તેમનુ ગળું કાપી નાખ્યું. તેમનું ત્યાં જ મોત થઈ ગયું. હુમલાખોરોએ ત્યારબાદ રવિન્દ્ર  ખરાતના બંને પુત્રો રોહિત અને પ્રેમ સાગરની સાથે તેમના એક મિત્ર ઉપર પણ ચાકૂથી હુમલો કર્યો. આ દરમિયાન હુમલાખોરોએ રવિન્દ્ર ખરાતના બંને પુત્રો સહિત મિત્રને ગંભીર ઘાયલ કર્યાં. હુમલો કરીને બદમાશો તરત ફરાર થઈ ગયા હતાં. આ ઘટનામાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતાં. ત્રણ લોકોને તત્કાળ જળગાવ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ રસ્તામાં જ મોત થઈ ગયું.

જુઓ LIVE TV

ઘટનામાં મૃતક રવિન્દ્રના પત્ની પણ ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ  કરી છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. મતગણતરી 24 ઓક્ટોબરે હાથ ધરાવવાની છે. પરંતુ તે પહેલા જ લોહીયાળ ઘટના ઘટી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news